મુંબઈ: બોલીવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના નિધનને હવે 6 મહિના પૂરા થઈ ગયા છે. 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતના નિધનના સમાચારે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. કાય પો છે સ્ટારના નિધનના સમાચાર આવતા જ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને લોકોએ ખુબ આડે હાથ લીધી હતી. હવે એક નવા ખબર સામે આવ્યા છે. સુશાંતના નિધનની ગણતરીની મિનિટો પહેલા રિયાએ પોતાનું એક ફોટોશૂટ શેર કર્યું તું. જેને શેર કરીને તેણે લખ્યું હતું કે તે તેને ખુબ મિસ કરી રહી છે. જુઓ તે ફોટોશૂટની કેટલીક તસવીરો....
જલેબીના પ્રમોશન વખતે રિયાએ કરાવ્યું હતું ફોટોશૂટ
પોતાની ફિલ્મ જલેબીના પ્રમોશન દરમિયાન જ રિયા ચક્રવર્તીએ આ ફોટોશૂટ કરાવ્યું હતું.
આસમાની રંગના ડ્રેસમાં જોવા મળી હતી રિયા ચક્રવર્તી
આ ફોટોશૂટ માટે રિયા ચક્રવર્તીએ આસમાની રંગનો સેક્સી ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં રિયા ખુબ જ હોટ લાગતી હતી.
રિયા ચક્રવર્તીએ આપ્યા હતાં અનેક કાતિલ પોઝ
આ ફોટોશૂટ દરમિયાન રિયા ચક્રવર્તીએ અનેક હોટ પોઝ આપ્યા હતા. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઈ હતી.
રિયાના ફોટોશૂટ પર સુશાંતે પણ આપ્યું હતું આ રિએક્શન
રિયા ચક્રવર્તીએ જ્યારે આ ફોટોશૂટ શેર કર્યું હતું ત્યારે સુશાંત સિંહ રાજપૂતે પણ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેને શેર કર્યું હતું. શેર કરીને લખ્યું હતું કે 'મારી જલેબી...!'
રિયા ચક્રવર્તીએ આ ફોટોશૂટ કર્યું હતું એન્જોય
રિયા ચક્રવર્તી 14 જૂનના રોજ આ ફોટોશૂટ એ કારણે જ મિસ કરી રહી હતી કે તેણે તેને ખુબ જ એન્જોય કર્યું હતું. એક ફેશન બ્રાન્ડ માટે કરાવવામાં આવેલા આ ફોટોશૂટમાં સ્વિમિંગ પૂલે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફોટોશૂટના બેકગ્રાઉન્ડમાં એક સ્વિમિંગ પૂલ જોવા મળી રહ્યો છે.
સુશાંત સાથે ફિલ્મ કરવાની હતી રિયા
રિયા ચક્રવર્તીએ વર્ષ 2009માં ટીવી દ્વારા પોતાની કરિયર શરૂ કરી હતી. ત્યારબાદ વર્ષ 2013માં રિયાએ મેરે ડેડ કી મારુતિથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જો કે હજુ કોઈ ખાસ ઓળખ મળી નથી. સુશાંતના નિધન બાદ અનેક ખુલાસા થયા. એવા પણ અહેવાલો આવ્યા કે રિયા અને સુશાંત જલદી એક ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના હતા.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે